Skip to main content

Posts

Showing posts from May, 2024

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

    Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

   Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

 Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો મં

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

   Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર ત

Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ

 Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ ખેરગામનાં પાટી ગામની ગીતા મંદિર માધ્યમિક શાળા ધો.૧૦ બોર્ડનું ૮૯.૧૮ પરિણામ સાથે શાળામાં ગવળી  હેમાંગીની શૈલેષભાઈ ૭૬.૩૩ટકા સાથે પ્રથમ અને નાયકા રીયાબેન અમ્રતભાઈ ૭૬ટકા સાથે દ્વિતિય અને પટેલ દિયાન્સીબેન શૈલેષભાઈ ૭૪.૩૩ ટકા સાથે તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો . ધો.૧૨ બોર્ડનું પરિણામ ૮૮.૬૭ ટકા સાથે શાળામાં  પ્રથમ ૭૮.૭૧ટકા સાથે ગાયકવાડ માયાબેન સિતારામભાઈ પ્રથમ  ચૌધરી સ્વાતીબેન સુરેશભાઈ ૭૮.૨૮ સાથે દ્વિતિય અને જાદવ શેતલબેન દિપકભાઈ ૭૬.૮પટકા સાથે તૃતિય ક્રમે આવ્યા છે.   શાળા શ્રેષ્ઠ પરિણામથી સમગ્ર શાળામાં અને પાટી ગ્રામજનોમાં આનંદ ઉલ્લાસનો માહોલ સર્જાયો છે. આ સફળતા મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો અને નવ નિયુક્ત શાળાના સુકાની રાકેશકુમાર બી પટેલ ને તમામ ગ્રામજનોએ સરપંચ તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ વાલજીભાઈ આર. સોલંકી સાથે શુભેચ્છા પાઠવી હતી.

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

                                                        આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (M

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

       આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                              Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમા

Khergam taluka (ssc result): બહેજ નવજીવન શાળાનું ધો.૧૦નું ૯૧ અને ખેરગામની જનતા સ્કૂલનું ૬૫ ટકા પરિણામ : સંદેશ ન્યૂઝ

     Khergam taluka (ssc result): બહેજ નવજીવન શાળાનું ધો.૧૦નું ૯૧ અને ખેરગામની જનતા સ્કૂલનું ૬૫ ટકા પરિણામ : સંદેશ ન્યૂઝ શનિવારે ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયું હતું. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની નવજીવન માધ્યમિક શાળા બહેજનું એસ.એસ.સી.નું પરિણામ ૯૧.૬૭ ટકા આવ્યું હતું જેમાં એ વન ગ્રેડમાં એક, એ ટુ ગ્રેડમાં એક, અને b૧ ગ્રેડમાં એક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શાળામાં પ્રથમ ક્રમે ચૌહાણ પ્રદીપભાઈ ગુલાબભાઈ ૬૫ ટકા, દ્વિતીય ક્રમે નેવલ જતીન જાન્યાભાઈ ૬૪.૮% અને તૃતીય ક્રમે કાકડ વિનોદભાઈ મુકેશભાઈ ૬૪.૭ ટકા પ્રાપ્ત કરતા શાળાના આચાર્ય રજનીકાંત પટેલ, મંડળના પ્રમુખ સહિતના એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જનતા માધ્યમિક શાળા ખેરગામનું પરિણામ ૬૫.૯૦% આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિની આહીર ધ્રુવી ડાહ્યાભાઈ ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.  ઉત્તર બુ

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                                                                                                        NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં

Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ

 Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 72.91 ટકા પરીણામ આવ્યું હતું.સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમેં યાદવ અમૃતા શુભનાથભાઈ 87.14 ટકા સાથે પ્રથમ રહ્યા હતા.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પટેલ કેનિલ નવીનભાઈ 90.46 ટકા સાથે પ્રથમ આવ્યા હતા.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 35 વિદ્યાર્થી પાસ અને 13 વિદ્યાર્થી નાપાસ થયા હતા.જ્યારે સામાન્ય પ્રવાહમાં 132 વિદ્યાર્થીમાં 122 પાસ અને 10 વિદ્યાર્થી નાપાસ થયા હતા.ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય ચેતનભાઈ પટેલ તથા શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવી સારી કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                                                Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૪-૦૫-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં ધોરણ ૧ થી ૫નાં બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલ સહિત ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપશિક્ષિકા નીલમબેન પટેલએ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ધોરણ -૫ નાં બાળકોએ શાળામાં આંબાની કલમ રોપી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. શાળા તરફથી ધોરણ- ૫નાં બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ગામનાં શિક્ષકપુત્ર તરુણભાઈ રમેશભાઈ પટેલે શાળામાં પ્રોજેક્ટર સ્ટેન્ડ ભેટ આપ્યું હતું. આ પ્રસંગે વિદાય લેતાં બાળકોએ વિદાયગીત  રજૂ કરી શાળા અને શિક્ષકો પ્રતિ કૃતજ્

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

        Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Ahmedabad :અમદાવાદમાં હોમ વોટિંગનો લાભ લેતા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદાર

Ahmedabad :અમદાવાદમાં હોમ વોટિંગનો લાભ લેતા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદાર અમદાવાદમાં હોમ​વોટિંગનો લાભ લેતા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો . . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 #accessibleelection @ECISVEEP @SpokespersonECI @DDNewsGujarati @PIBAhmedabad @AkashvaniAIR pic.twitter.com/MRvYyL3SQP — Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) May 1, 2024

Ahmedabad :અમદાવાદમાં હોમ વોટિંગનો લાભ લેતા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદાર

Ahmedabad :અમદાવાદમાં હોમ વોટિંગનો લાભ લેતા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદાર અમદાવાદમાં હોમ​વોટિંગનો લાભ લેતા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો . . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 #accessibleelection @ECISVEEP @SpokespersonECI @DDNewsGujarati @PIBAhmedabad @AkashvaniAIR pic.twitter.com/MRvYyL3SQP — Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) May 1, 2024

વિવિધતામાં એકતા: દેશના દરેક ખૂણેથી ચૂંટણી રાજદૂતો લોકશાહી ભાવનાને જાળવી રાખવા માટે એકઠા થાય છે.

વિવિધતામાં એકતા: દેશના દરેક ખૂણેથી ચૂંટણી રાજદૂતો લોકશાહી ભાવનાને જાળવી રાખવા માટે એકઠા થાય છે. United in diversity: Election Ambassadors from every corner of the country come together to uphold the democratic spirit ✨ You too can be our #ElectionAmbassador #MainBhiElectionAmbassador #ChunavKaParv #DeshKaGarv #GeneralElections2024 pic.twitter.com/vtSJ03Evft — Election Commission of India (@ECISVEEP) May 1, 2024 United in diversity: Election Ambassadors from every corner of the country come together to uphold the democratic spirit ✨ You too can be our #ElectionAmbassador #MainBhiElectionAmbassador #ChunavKaParv #DeshKaGarv #GeneralElections2024 pic.twitter.com/vtSJ03Evft — Election Commission of India (@ECISVEEP) May 1, 2024