Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.
Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ શિક્ષકદિન વિશેષ- તાપી જિલ્લો શિક્ષકો-ગુરુઓને લાખ લાખ વંદન કરે છે. કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ - શિક્ષકો આપણા આદર્શ સમાજના વાસ્તવિક શિલ્પકાર છે• -:જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહભાઈ વસાવા -શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરતા અતિથિ વિશેષ -કલમ, પુસ્તક અને શિક્ષક સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે -શિક્ષક બાળકમાં શિસ્ત, ક્ષમા અને કરૂણાનું સિંચન કરે છે *માહિતી બ્યુરો,તાપી તા.૦૫* શિક્ષકો અને ગુરૂઓ વગર સમાજનું ઘડતર અને નિર્માણ અશક્ય છે. શિક્ષક આદર્શ સમાજના નિર્માણની પરિભાષા છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે ૫ સપટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો...