Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

    Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

                    


 ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેનાં નામે ઓળખાતા :

(1) ‘આનર્ત‘ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ
(2) ‘લાટ‘ : હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષિણનો ભાગ
(3) ‘સુરાષ્ટ્ર‘ : હાલના સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પીય ભાગ
ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ગુજરાતના ચાર વિભાગો છે :
(1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર
(2) ગુજરાતનાં મેદાનો
(3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને
(4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો.

(1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર :
દરિયાકિનારો : ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિયાકિનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ‘ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે દીવ, સિયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકાથી કચ્છના નાના રણ સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો અને ક્ષારીય કાદવીકીચડવાળો છે. જામનગર નજીકનો પરવાળાનો પિરોટન ટાપુ પ્રખ્યાત છે. કચ્છનો 10? થી 13 કિ.મી. પહોળો પશ્ચિમ તથા દક્ષિણનો કિનારો કાદવ-કીચડવાળો છે. અહીં કેટલીક જગ્યાએ ‘લગૂન‘ની રચના થયેલી છે.
રણવિસ્તાર : કચ્છની ઉત્તરે મોટું રણ અને મધ્યમાં નાનું રણ છે, તેનું ક્ષેત્રફળ 27,200 ચોરસ કિ.મી. છે. કચ્છના મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના ઊંચ ભૂમિભાગો આવેલા છે.
(2) ગુજરાતનાં મેદાનો :
(i) ઉત્તર ગુજરાતનું મેદાન : સાબરમતી અને બનાસ નદીઓએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ‘ગોઢા‘ તરીકે ઓળખાય છે.
(ii) મધ્ય ગુજરાતનું મેદાન : આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘ચરોતર‘ તરીકે ઓળખાય છે. ચરોતરની વાયવ્યમાં અમદાવાદના મેદાનમાં થલતેજ અને જોધપુરની રેતીની બનેલી ગોળ માથાવાળી ટેકરીઓ છે.
(iii) દક્ષિણ ગુજરાતનું મેદાન : દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. આ મેદાન ‘પૂરના મેદાન‘ તરીકે ઓળખાય છે.
(3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ : આ ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો બનેલો છે. આ ઉચ્ચ પ્રદેશમાં ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો વગેરે ડુંગરો છે. ઉત્તરની માંડવની ટેકરીઓ અને દક્ષિણની ગીરની ટેકરીઓ મધ્યમાં આવેલા સાંકડા, ઊંચા વિસ્તાર દ્વારા જોડાયેલી છે.?
(4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો :
(i) તળગુજરાતના ડુંગરાળ પ્રદેશો : દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ ‘જેસોરની ટેકરીઓ‘ તરીકે તેમજ ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ ‘આરાસુરની ટેકરીઓ‘ તરીકે ઓળખાય છે. મધ્ય ગુજરાતમાં પાવાગઢ અને રતનમાલની ટેકરીઓ છે. પાવાગઢ 936.2 મીટર ઊંચી છે. નર્મદાની દક્ષિણે રાજપીપળાની ટેકરીઓ છે. તાપીની દક્ષિણે સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે. ડાંગ જિલ્લાનું સાપુતારા (960 મીટર) ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે.
(ii) કચ્છનો ડુંગરાળ પ્રદેશ : કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર એમ ત્રણ હારમાળાઓ આવેલી છે. ઉત્તર ધારમાં કાળો (437.08 મીટર), ગારો, ખડિયો વગેરે ડુંગરો છે. મધ્ય ધાર લખપતથી વાગડ વચ્ચે આવેલી છે. આ હારમાળામાં ઘીણોધર (388 મીટર), ભૂજિયો, લીલિયો વગેરે ડુંગરો છે. દક્ષિણની ધાર પાંધ્રો તેમજ માતાના મઢથી શરૂ થઈ પૂર્વમાં અંજાર સુધી ફેલાયેલી છે. એમાં ઉમિયા (274 મીટર) અને ઝુરા (316 મીટર) ડુંગરો આવેલા છે. ભુજની વાયવ્યે વરાર (349 મીટર) ડુંગર છે. વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે. કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ‘કંઠીના મેદાન‘ તરીકે ઓળખાય છે.?
(iii) સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ : ઉત્તરની માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ચોટીલા (437 મીટર) છે. દક્ષિણની ગીરની ટેકરીઓમાં સરકલા (643 મીટર) સૌથી ઊંચી ટેકરી છે. જૂનાગઢ પાસેનો ગિરનાર (1153.2 મીટર ) ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેનું શિખર ગોરખનાથ (1117 મીટર) ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. પાલિતાણા નજીક શેત્રુંજો (697.5 –? મીટર), ભાવનગરની ઉત્તરમાં ખોખરા તથા તળાજાના ડુંગરો, પોરબંદર નજીક બરડો, મહુવાની ઉત્તરે લોંગડી વગેરે સૌરાષ્ટ્રના અગત્યના ડુંગરો છે. સૌરાષ્ટ્રમાં શેત્રુંજો ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.

Comments

Popular posts from this blog

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                              Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમા

Gandhinagar: મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ : શ્રીમતી પી. ભારતી મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત

  Gandhinagar: મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ : શ્રીમતી પી. ભારતી મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024